kunjalDi re sandesho amaro, jai walamne kejo ji re - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

કુંજલડી રે સંદેશો અમારો, જઈ વાલમને કે'જો જી રે

kunjalDi re sandesho amaro, jai walamne kejo ji re

કુંજલડી રે સંદેશો અમારો, જઈ વાલમને કે'જો જી રે

કુંજલડી રે સંદેશો અમારો, જઈ વાલમને કે'જો જી રે!

માણસ હોય તો મુખોમુખ બોલે, લખો અમારી પાંખલડી રે. કુંજલડીo

સામા કાંઠાનાં અમે પંખીડાં, ઉડી ઉડી કાંઠે આવ્યાં જી રે. કુંજલડીo

કુંજલડીને વા’લો મીઠો મેરામણ, મોરને વા’લું ચોમાસું જી રે. કુંજલડીo

રામ લખમણને સીતાજી વા’લાં, ગોપિયુંને વાલા કાનુડો જી રે. કુંજલડીo

પ્રીતિ-કાંઠાનાં અમે રે પંખીડાં, પ્રીતમસાગર વિના સૂનાં જી રે, કુંજલડીo

હાથ પરમાણે ચૂડલો રે લાવજો, ગુજરીમાં રતન જડાવજો જી રે. કુંજલડીo

ડોક પરમાણે ઝરમર લાવજો, તુલસીએ મોતીડા બંધાવજો જી રે.કુંજલડીo

પગ પરમાણે કડલાં લાવજો, કાંબીયુંમાં ઘૂઘરા બંધાવજો જી રે. કુંજલડીo

સ્રોત

  • પુસ્તક : કાવ્યસંચય-1 (પૃષ્ઠ ક્રમાંક 268)
  • સંપાદક : હીરા રામનારાયણ પાઠક અને અનંતરાય રાવળ
  • પ્રકાશક : ગુજરાતી સાહિત્ય પરિષદ
  • વર્ષ : 1981