warat karun re ekadashi - Lokgeeto | RekhtaGujarati

વરત કરૂં રે એકાદશી

warat karun re ekadashi

વરત કરૂં રે એકાદશી

વરત કરૂં રે એકાદશી,

જળ જમાનામાં નાઈં.

વસતર ઊતારી મેલ્યાં કાંઠડે,

ઉપર મેલ્યો’તો હાર.

હાર રે કાનુડો હેરી ગયો,

ચડ્યો ચંપાની ડાળે

લાવો રે કાનાજી, મારો હારલો,

પે’રી મંદિરિયે જાઈં.

નથી રે લીધો મેં રાધા, હારલો,

જુઠું આવું શું બોલો?

ચોરે ધગાવો રાધા, તાવડા,

તાજાં તેલ ધખાવો.

રે અગનિમાં રાધા, હું બળું,

તમે જોવાને આવો.

કોરી મગાવો રાધા, ગાગરી,

માંહી નાગ નંખાવો.

નાગનાં કીધાં રે વા’લે નેતરાં,

મેરુ પરવત રવાયો.

વરત કરૂં રે એકાદશી,

જળ જમનામાં નાઈં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 242)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ચંદ્રિકા જોધાણી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968