matana maDhman - Lokgeeto | RekhtaGujarati

માતાના માઢમાં

matana maDhman

માતાના માઢમાં

માતાના માઢમાં રે, કાચેરી ઈંટો પડાવે જો.

માતાના માઢમાં રે, ચાંદીનો મોભ નખાવે જો.

માતાના માઢમાં રે, સોનાની વળીઓ નખાવે જો.

માતાના માઢમાં રે, રૂપાનાં સઈઢણ સઈઢાવે જો.

માતાના માઢમાં રે, કાચનાં નળિયાં નખાવે જો.

માતાના માઢમાં રે, ટોપરાનાં ગોળ મેલાવે જો.

માતાના માઢમાં રે, ખારેકોની ખૂંટીઓ મેલાવે જો.

માતાના માઢમાં રે, બરફીની બારીઓ મેલાવે જો.

માતાના માઢમાં રે, જલેબીની જાળીઓ મેલાવે જો.

માતાના માઢમાં રે, પતાસાનાં પગથિયાં મેલાવે જો.

માતાના માઢમાં રે, ગવરીનાં છાણ મંગાવે જો.

માતાના માઢમાં રે, સોના કેરી ગોરમટી મગાવે જો.

માતાના માઢમાં રે, કંકુની ગારો નખાવે જો.

માતાના માઢમાં રે, સિદૂરી ઓકળીઓ પડાવે જો.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 226)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957