gowalilal! - Lokgeeto | RekhtaGujarati

ગોવાળીલાલ!

gowalilal!

ગોવાળીલાલ!

ગોવાળીલાલ! આવોને દોહોવા ગાવડી :

ગોવાળીલાલ! શીદને લગાડી માયા આવડી?—

ગોવાળીલાલ! હમને તો ધાય છે મારવા :

ગોવાળીલાલ! તમને હળી તે જાઓ ચારવા—

ગોવાળીલાલ! રીતનો ટકો આપીશું રોકડો :

ગોવાળીલાલ! ઉપર આપીશું એક દોકડો—

ગોવાળીલાલ! સપાડું માનીશું એટલું :

ગોવાળીલાલ! પ્રીતડી લાગી તે નંદલાલશું—

ગોવાળીલાલ! ગાવડી આપી તે જાણ થઈ :

ગોવાળીલાલ! હેમાના સ્વામીની મહેર થઈ—

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 230)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957