sat bhaini ek bahen - Lokgeeto | RekhtaGujarati

સાત ભાઈની એક બહેન

sat bhaini ek bahen

સાત ભાઈની એક બહેન

મારી હાતે ભાયાની બેનાં રાધા રે માલુડી. (2)

મારી રાધા હરકી બેનાં બાંધા સુંડો રે માલુડી. (2)

મારા હોળહેં રૂપીઆના બાંધા રે માલુડી. (2)

તને આલું આલું ગળાંનો દુરીડો રે માલુડી. (2)

તારો દુરીડો હુંગો ને બાંધા મોગા રે માલુડી. (2)

તને આલું આલું નાક્યાંની નાથેડી રે માલુડી. (2)

તારી નાથેડી હુંગી ને બાંધાં મોગા રે માલુડી. (2)

તને આલું આલું કાનુના કઠોડા રે માલુડી. (2)

તારા કઠુડા હુંગા ને બાંધા મોગા રે માલુડી. (2)

તને આલું આલું હાથાંનાં ભોરીલાં રે માલુડી. (2)

તારાં ભોરીલાં હુંગાં ને બાંધા મોગા રે માલુડી. (2)

તને આલું આલું કેડ્યાંનો કંદુરો રે માલુડી. (2)

તારા કંદુરા હુંગા ને બાંધા મોગા રે માલુડી. (2)

તને આલું આલું ગાડેના ધોરીડા રે માલુડી. (2)

તારા ધુરીડા હુંગા ને બાંધા મોગા રે માલુડી. (2)

મારી રાધા હરખી બેનાં બાંધા સુડો રે માલુડી. (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 137)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957