prbhatiyun - Lokgeeto | RekhtaGujarati

પ્રભાતિયું

prbhatiyun

પ્રભાતિયું

હેલ્લે રે પ્રભાતના પોરમાં હે ઝાલ્લા ઝુંબેસે

વીરા, દીઠા રે ડાકોરમાં હે ઝાલ્લા ઝુંબેસે

ગોમતીના ઘાટમાં હે ઝાલ્લા ઝુંબેસે

પરભુ તે મલ્યા વાટમાં હે ઝાલ્લા ઝુંબેસે

હરિ તો એવા રસિયા હે ઝાલ્લા ઝુંબેસે

આવીને ડાકોરમાં વસિયા હે ઝાલ્લા ઝુંબેસે

હનુમાન એવા તો બળિયા હે ઝાલ્લા ઝુંબેસે

કૂદીને લંકામાં પડિયા હે ઝાલ્લા ઝુંબેસે

શિવજી એવા તો ભોળા હે ઝાલ્લા ઝુંબેસે

હાથમાં ભસમ તણા ગોળા હે ઝાલ્લા ઝુંબેસે

જંગલમાં તે જટાધારી હે ઝાલ્લા ઝુંબેસે

કરી નંદી પર અસવારી હે ઝાલ્લા ઝુંબેસે

શિવજી એવા તે ખાખી હે ઝાલ્લા ઝુંબેસે

જટામાં ગંગાને નાખી હે ઝાલ્લા ઝુંબેસે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 37)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957