hun to hali wanrawan - Lokgeeto | RekhtaGujarati

હું તો હાલી વનરાવન

hun to hali wanrawan

હું તો હાલી વનરાવન

હું તો હાલી વનરાવન એકલી રે લોલ!

વાલો એકલો જાણીને વાસે આવીયો રે લોલ!

આવો આવો રામજી કદમ છાંયડા રે લોલ!

તમે આણી પાણી પાઓ ઠાઠા પ્રેમના રે લોલ!

ભોજન જમો તો સુખડા લાવીયા રે લોલ!

તમે રમો તો સોગઠાં મંગાવીએ રે લોલ!

રમતા રામનો સોગઠો રણે ચડ્યો રે લોલ!

હાર્યા હાર્યા દીનનાથ—હવે નહી રમીયે રે લોલ!

હાર્યા કેશું તો લોક કરશે ઠેકડી રે લોલ!

હાર્યો ગાયોનો ગોવાળ હવે નહીં રમીયે રે લોલ!

રામના સાવ રે સોનાના સોગઠાં રે લોલ!

દોરી હીરની આંકડાં છે હેમના રે લોલ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 43)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, પદ્મજા ચંદરવાકર.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964