gaDh girnarthi bawoji utaryo - Lokgeeto | RekhtaGujarati

ગઢ ગિરનારથી બાવોજી ઉતર્યો

gaDh girnarthi bawoji utaryo

ગઢ ગિરનારથી બાવોજી ઉતર્યો

ગઢ ગિરનારથી બાવોજી ઉતર્યો

આવીને ધૂળીયું ધખાવે રે!

માંગણ બાવો જોગી ભમતો આવે.

જૂનાગઢ શહેરમાં જૂની તારી થાપના

વિલાત અમરો લાવે,

માંગણ બાવો જોગી ભમતો આવે.

રમતો ભમતો આવે,

માંગણ બાવો જોગી ભમતો આવે.—ગઢ.

ચોટિલા શહેરમાં જૂની તારી થાપના,

વિલાત અમરો લાવે,

માંગણ બાવો જોગી ભમતો આવે.

રમતો ભમતો આવે,

માંગણ બાવો જોગી ભમતો આવે.

ઉપલેટા શહેરમાં જૂની તારી થાપના,

વિલાત અમરો લાવે,

રમતો ભમતો આવે,

માંગણ બાવો જોગી ભમતો આવે.—ગઢ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 40)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964