aawjo aawjo ramapir wela awjo! - Lokgeeto | RekhtaGujarati

આવજો આવજો રામાપીર વેલા આવજો!

aawjo aawjo ramapir wela awjo!

આવજો આવજો રામાપીર વેલા આવજો!

આવજો આવજો રામાપીર વેલા આવજો!

ઉતારા દેશું ઓર઼ડા દેશું મેડી કેરાં મોલ! ...વેલા આવજો

દાતણમાં દેશું દાડમડી રે દેશું કનેરાની શાખ! ...વેલા આવજો

નાવણ કુટીયાં રે નદી કેરાં નીર! ...વેલા આવજો

ભોજન દેશું લાપસી રે દેશું કંસાર રે! ...વેલા આવજો

મુખવાસ દેશું એલચી રે લવીંગની જોડ! ...વેલા આવજો

રમત દેશું સોગઠાં રે દેશું પાના કેરી જોડ! ...વેલા આવજો

પોઢણ દેશું ઢોલીયા રે દેશું હીંડોળા ખાટ! ...વેલા આવજો

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 39)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964