piyar ane sasarun - Lokgeeto | RekhtaGujarati

પિયર અને સાસરું

piyar ane sasarun

પિયર અને સાસરું

મીઠા સરોવર લીમડા રે લોલ :

મીઠા બાપાજીના બોલ જો :

જીવના સંતોક તમે સાંભરો રે લોલ—

કડવા કહેજો કે તારા લીમડા રે લોલ :

કડવા સસરાજીના બોલ જો :

જીવના વજોગ તમે સાંભરો રે લોલ—

મીઠા સરોવર લીમડા રે લોલ :

મીઠા માતાજીના બોલ જો :

જીવના સંતોક તમે સાંભરો રે લોલ—

કડવા કહેજો કે તારા લીમડા રે લોલ :

કડવા સાસુજીના બોલ જો :

જીવના વજોગ તમે સાંભરો રે લોલ—

મીઠા સરોવર લીમડા રે લોલ :

મીઠા તે બેનડીના બોલ જો :

જીવના સંતોક તમે સાંભરો રે લોલ—

કડવા કહેજો કે તારા લીમડા રે લોલ :

કડવા નણદીના બોલ જો :

જીવના વજોગ તમે સાંભરો રે લોલ—

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 223)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957