koyal kare taukara - Lokgeeto | RekhtaGujarati

કોયલ કરે ટૌકારા

koyal kare taukara

કોયલ કરે ટૌકારા

લીલા આંબાનું મારું વાડિયું રે, તાં મારે કોયલ બઈનો વાસ;

કોયલ કરે ટૌકારા રે.

રાતા કોહંબાનું કાપેડું રે, પે’રો સમુબા, તમારે જાવું સાવરે રે,

સાવરે સાસુજીએ પૂસિયું રે, ચ્યાંથી વવારું આવું કાપેડું રે?

મા, જઈ’તી માના મૈયરિયે, મામે લી આલ્યું રે,

લીલા આંબાનું મારું વાડિયું રે, તાં મારે કોયલ બઈનો વાસ

કોયલ કરે ટૌકારા.

લીલી અટલસની ઓંઢણી રે, પે’રો સમુબા, તમારે જાવું સાવરે રે,

સાવરે નણદીએ પૂસિયું રે, ચ્યાંથી ભોજઈ આવી ઓઢણી રે?

મા, જઈ’તી માને મૈયરિયે, મામે લી આલ્યું રે,

લીલા આંબાનું મારું વાડિયું રે, તાં મારે કોયલ બઈનો વાસ

કોયલ કરે ટૌકાર રે.

ફૂલ ફગરનો ઘાઘરો રે, પે’રો સમુબા બેની, તમારે જાવું સાવરે,

સાવરે જેઠાણીએ પૂસિયું રે, ચ્યાંથી વ’વારુ આવો ઘાઘરો રે?

મા, જઈ’તી માને મૈયરિયે, મામે લી આલ્યો રે,

લીલા આંબાનું મારું વાડિયું રે, તાં મારે કોયલ બઈનો વાસ

કોયલ કરે ટૌકારા રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 139)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968