pirni mat - Lokgeeto | RekhtaGujarati

પીરની માત

pirni mat

પીરની માત

ખમા ખમા રે પીરની માત રે,

ઝાઝી ઝાઝી ખમ્મા પીરની માત રે,

ખમા અજમલના જાયા રે જી...જી!

તારે ઘરે સોનાના ઓટા,

મારા માવજીના અંદર મોટા રે જી...જી!

લીલા તે તેની ઝળકે તારે ઝળકે રે

બધી દુનિયા હલકે રે જી...જી!

ખમા ખમા રે પીરની માત રે!

બૂડતાં બેલડી તારો તમે મારી

તમે ભવસાગર ઉતારી રે જી...જી!

ખમા ખમા રે પીરની માત રે!

નોબત નગારાં તારે વાગે

વાગે રે તારા મંદરિયે જી!

ખમા ખમા રે પીરની માતને રે!

તમે ભૈરવ દૈતને માર્યો,

તમે બડો દૈત સંહાર્યો રે જી...જી!

ખમા ખમા રે પીરની માતને રે!

ઈના ગુણ જગજીવન ગાવે,

તારે રંગ ભરે રમાડે રે જી...જી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 58)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959