rang bharya nache - Lokgeeto | RekhtaGujarati

રંગ ભર્યા નાચે

rang bharya nache

રંગ ભર્યા નાચે

પાંચે પોપટડા રંગ ભર્યા નાચે.

પોપટ, તારા પાંજરામાં છે સુડી, આટલી વવારૂમાં કઈ વઉ રૂડી?

આટલી વવારૂમાં ભારતી વઉ રૂડી, તમ ઘેર રૂડી, વીરા તમ ઘેર છાજે;

પાંચે પોપટડા રંગ ભર્યા નાચે.

પોપટ, તારા પાંજરામાં પડ્યું છે રીગણું, આટલી વવારૂમાં કઈ વઉ ઠીંગણું?

આટલી વવારૂમાં પદમાં વઉ ઠીંગણું, તમ ઘેર ઠીંગણી, વીરા તમ ઘેર છાજે;

પાંચે પોપટડા રંગ ભર્યા નાચે.

પોપટ, તારા પાંજરામાં પડી છે સપાટ, આટલી વવારૂમાં કઈ વઉ સપાટ?

આટલી વવારૂમાં ગોમતી વઉ સપાટ, તમ ઘેર સપાટ, વીરા તમ ઘેર છાજે;

પાંચે પોપટડા રંગ ભર્યા નાચે.

પોપટ, તારા પાંજરામાં પડ્યો છે લીંટો, આટલી વવારૂમાં કઈ વઉ છે ઘેટો?

આટલી વવારૂમાં માણેક વઉ ઘેટો, તમ ઘેર ઘેટો, વીરા તમ ઘેર છાજે;

પાંચે પોપટડા રંગ ભર્યા નાચે.

પોપટ, તારા પાંજરામાં પડી છે કુંચી, આચટલી વવારૂમાં કઈ વઉ ઊંચી?

આટલી વવારૂમાં જમના વઉ ઉંચી, તમ ઘેર ઊંચી, વીરા તમ ઘેર છાજે,

પાંચે પોપટડા રંગ ભર્યા નાચે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 51)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ, જશુમતી નાનાલાલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968