પારનેરા—સંચાનું કામ
parnera—sanchanun kaam
ભાઈ રે પારનેરા પારડીનું ગામ ઝાલ્લા ઝુમાલસે
ત્યાં ચાલ્યું સંચાનું કામ ઝાલ્લા ઝુમાલસે
સંચે સંચે વાવી ડાંગી ઝાલ્લા ઝુમાલસે
ભાઠલિયાને કાઢ્યા ટાંગી ઝાલ્લા ઝુમાલસે
ભાઠલિયા તો ભૂતની વાડી ઝાલ્લા ઝુમાલસે
વાંદર ચાલે વાંકી ડાળી ઝાલ્લા ઝુમાલસે
વાંદર ચાલ્યો ઊશમૂશ ઝાલ્લા ઝુમાલસે
બળી રે રાવણની મૂછ ઝાલ્લા ઝુમાલસે
bhai re parnera parDinun gam jhalla jhumalse
tyan chalyun sanchanun kaam jhalla jhumalse
sanche sanche wawi Dangi jhalla jhumalse
bhathaliyane kaDhya tangi jhalla jhumalse
bhathaliya to bhutni waDi jhalla jhumalse
wandar chale wanki Dali jhalla jhumalse
wandar chalyo ushmush jhalla jhumalse
bali re rawanni moochh jhalla jhumalse

સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 36)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1957