paranya ek mun be mun - Lokgeeto | RekhtaGujarati

પરણ્યા એક મુણ બે મુણ

paranya ek mun be mun

પરણ્યા એક મુણ બે મુણ

પરણ્યા એક મુણ બે મુણ સીંગરી સવામણ સીંગરી રે.

પરણ્યા રામલાની સોરીયેં વેસાણ આવીયેં

સવામણ સીંગરી રે.

મારા હીરકા વીરા લેહો કે નઈ સવામણ સીંગરી રે.

મારા હીરકા વીરા મુલે કડાડો રે સવામણ સીંગરી રે.

મારા હીરકા વીરા હો હે કે બહેં સવામણ સીંગરી રે.

સમુડી લાવે તો વેલી વેલી લાવ તરહેં મર્યે રે.

તાપે તપે ઉનાળો રળીયો તોય તરહેં મર્યે રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 137)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957