tari jhanjharwaman kun gameti - Lokgeeto | RekhtaGujarati

તારી ઝાંઝરવામાં કુણ ગમેતી

tari jhanjharwaman kun gameti

તારી ઝાંઝરવામાં કુણ ગમેતી

તારી ઝાંઝરવામાં કુણ ગમેતી વાજે રે

દોલેસિંગ ધરતી કેમ આલું.

તારી ઝાંઝરવામાં મંગળિયો કટારો રે

દોલેસિંગ ધરતી કેમ આલું. (2)

તારી મંગળ્યાની ને ભૂરિયાની જોડી રે

દોલેસિંગ ધરતી કેમ આલું. (2)

તારી હરિનગરનો કલાલ કેણે લૂંટ્યો રે

દોલેસિંગ ધરતી કેમ આલું. (2)

તારી ભૂરિયે હેર્યો ને મંગળ્યે લુંટ્યો રે,

દોલેસિંગ ધરતી કેમ આલું. (2)

તારી કાનડા કાપીને કઠોડા કાડ્યા રે,

દોલેસિંગ ધરતી કેમ આલું. (2)

તારી હાથલડા કાપીને ભોરીલા કાડ્યો રે,

દોલેસિંગ ધરતી કેમ આલું. (2)

તારી કહેડ્યાં કાપીને કંદોરો કાડ્યો રે,

દોલેસિંગ ધરતી કેમ આલું. (2)

તારી પોગડલા કાપીને નંગર કાડ્યા રે,

દોલેસિંગ ધરતી કેમ આલું. (2)

તારી કોરાં કોરાં કાગદિયાં લખાડો રે,

દોલેસિંગ ધરતી કેમ આલું. (2)

તારી કાગદિયાં મંગળ્યને પોસાડો રે,

દોલેસિંગ ધરતી કેમ આલું. (2)

તારી મંગળ્યા તને દરબારે બોલાવે રે,

દોલેસિંગ ધરતી કેમ આલું. (2)

તારી કેરે મંગળ્યાં; ખરી સે કે ખોટી રે,

દોલેસિંગ ધરતી કેમ આલું. (2)

તારી હરિનગરનો કલાલ કેણે લૂંટ્યો રે,

દોલેસિંગ ધરતી કેમ આલું. (2)

તારી હરિનગરનો કલાલ હાંડે લૂંટ્યો રે,

દોલેસિંગ ધરતી કેમ આલું. (2)

તારી મંગળ્યો લૂંટ્યોને ભૂરિયે ભાળ્યો રે,

દોલેસિંગ ધરતી કેમ આલું. (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 115)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957