kyo re pujaro - Lokgeeto | RekhtaGujarati

ક્યો રે પૂજારો

kyo re pujaro

ક્યો રે પૂજારો

ક્યો રે પૂજારો પૂજતાં ની આવડે! (2)

રામસીંગ પૂજારો થાયો પૂજતાં ની આવડે! (2)

ઘીના રેલા ઉતારો રે પૂજારા પૂજતાં ની આવડે! (2)

કંકુના રેલા ઉતારો રે પૂજારા પૂજતાં ની આવડે! (2)

સોકાના સોક પૂરાવ રે પૂજારા પૂજતાં ની આવડે! (2)

ગણેહના મુરતાં ઉતારો રે પૂજારા પૂજતાં ની આવડે! (2)

ગળ્યા લાડવા સીરીયું નો લાંગરે પૂજારા પૂજતાં ની આવડે! (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 61)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963