garbe ramwa aawo - Lokgeeto | RekhtaGujarati

ગરબે રમવા આવો

garbe ramwa aawo

ગરબે રમવા આવો

ગરબડિયા ગોરાવો, ગરબે જાળીઓ મેલાવો જો!

કિયા ભાઈની ગોરી, મારે ગરબે રમવા આવો જો!

જીવરાજભાઈની ગોરી, મારે ગરબે રમવા આવો જો!

ગરબે રમવા આવું, તો મને શેરી કાંટા વાગે જો!

શેરી કાંટા વાગે, તો દીવલડા અજવાળું જો!

દીવલડા અજવાળું, તો નાની નણંદ જાગે જો!

નાની નણંદ જાગે, તો અને ડાબલડામાં ડાબું જો!

ડાબલડો તો ડગેમગે, ને સાસરિયે વળાવું જો!

સાસરિયામાં મેણાં કોદરા, કેમ ખાધા જાય જો!

પિયરિયાનો આડો દાળો, કેમ વિસરી જાય જો!

ગરબડિયા ગોરાવો, ગરબે જાળીઓ મુકાવો જો!

રસપ્રદ તથ્યો

પાઠાંતર : ગરબડિયા ગોરાવો, ગરબે જાળીલા મેલાવો જો!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા, ભાઈલાલ એન. પટેલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968