દારૂડામાં ડૂલ્યો
daruDaman Dulyo
હો વણઝારા રે, તારે ભમરિયાળો ભાલો;
હોવે હોવે, તારો ભમરિયાળો ભાલો!
હો વણઝારા રે, એ તો દારૂડામાં ડૂલ્યો;
હોવે હોવે, એ તો દારૂડામાં ડૂલ્યો!
હો વણઝારા રે, તારે લાખેની છે પોઠ્યો;
હોવે હોવે, તારે લાખોની છે પોઠ્યો!
હો વણઝારા રે, એ તો દારૂડામાં ડૂલ્યો;
હોવે હોવે, એ તો દારૂડામાં ડૂલ્યો!
હો વણઝારા રે, તારે કેડ્યોના કંદોરા;
હોવે હોવે, તારે કેડ્યોના કંદોરા!
હો વણઝારા રે, એ તો દારૂડામાં ડૂલ્યો;
હોવે હોવે, એ તો દારૂડામાં ડૂલ્યો!
હો વણઝારા રે, તારે સીતા શી વણઝારી;
હોવે હોવે, એ તારે સીતા શી વણઝારી!
હો વણઝારા રે, એ તો દારૂડામાં ડૂલ્યો;
હોવે હોવે, એ તો દારૂડામાં ડૂલ્યો!
હો વણઝારા રે, તારા પગોનાં ઝાંઝરિયાં;
હોવે હોવે, તારા પગોનાં ઝાંઝરિયાં!
હો વણઝારા રે, એ તો દારૂડામાં ડૂલ્યાં;
હોવે હોવે, એ તો દારૂડામાં ડૂલ્યાં!
હો વણઝારા રે, તારે સવા લાખનો સાફો;
હોવે હોવે, તારે સવા લાખનો સાફો!
હે વણઝારા રે, એ તો દારૂડામાં ડૂલ્યો;
હોવે, હોવે, એ તો દારૂડામાં ડૂલ્યો!
ho wanjhara re, tare bhamariyalo bhalo;
howe howe, taro bhamariyalo bhalo!
ho wanjhara re, e to daruDaman Dulyo;
howe howe, e to daruDaman Dulyo!
ho wanjhara re, tare lakheni chhe pothyo;
howe howe, tare lakhoni chhe pothyo!
ho wanjhara re, e to daruDaman Dulyo;
howe howe, e to daruDaman Dulyo!
ho wanjhara re, tare keDyona kandora;
howe howe, tare keDyona kandora!
ho wanjhara re, e to daruDaman Dulyo;
howe howe, e to daruDaman Dulyo!
ho wanjhara re, tare sita shi wanjhari;
howe howe, e tare sita shi wanjhari!
ho wanjhara re, e to daruDaman Dulyo;
howe howe, e to daruDaman Dulyo!
ho wanjhara re, tara pagonan jhanjhariyan;
howe howe, tara pagonan jhanjhariyan!
ho wanjhara re, e to daruDaman Dulyan;
howe howe, e to daruDaman Dulyan!
ho wanjhara re, tare sawa lakhno sapho;
howe howe, tare sawa lakhno sapho!
he wanjhara re, e to daruDaman Dulyo;
howe, howe, e to daruDaman Dulyo!
ho wanjhara re, tare bhamariyalo bhalo;
howe howe, taro bhamariyalo bhalo!
ho wanjhara re, e to daruDaman Dulyo;
howe howe, e to daruDaman Dulyo!
ho wanjhara re, tare lakheni chhe pothyo;
howe howe, tare lakhoni chhe pothyo!
ho wanjhara re, e to daruDaman Dulyo;
howe howe, e to daruDaman Dulyo!
ho wanjhara re, tare keDyona kandora;
howe howe, tare keDyona kandora!
ho wanjhara re, e to daruDaman Dulyo;
howe howe, e to daruDaman Dulyo!
ho wanjhara re, tare sita shi wanjhari;
howe howe, e tare sita shi wanjhari!
ho wanjhara re, e to daruDaman Dulyo;
howe howe, e to daruDaman Dulyo!
ho wanjhara re, tara pagonan jhanjhariyan;
howe howe, tara pagonan jhanjhariyan!
ho wanjhara re, e to daruDaman Dulyan;
howe howe, e to daruDaman Dulyan!
ho wanjhara re, tare sawa lakhno sapho;
howe howe, tare sawa lakhno sapho!
he wanjhara re, e to daruDaman Dulyo;
howe, howe, e to daruDaman Dulyo!



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 5)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા, ભાઈલાલ એન. પટેલ.
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968