pal pase bawli - Lokgeeto | RekhtaGujarati

પાળ પાસે બાવળી

pal pase bawli

પાળ પાસે બાવળી

પાળ પાસે બાવળી, મારું પોમસડું!

કોણ ટોવા જાય, મારું પોમસડું!

ચકલો ટોવા જાય, મારું પોમસડું!

કોણ ભાત લઈ જાશે, મારું પોમસડું!

ચકલી ભાત જાશે, મારું પોમસડું!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 295)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957