paino maro nawsari geilo - Lokgeeto | RekhtaGujarati

પઈણો મારો નવસારી ગેઈલો

paino maro nawsari geilo

પઈણો મારો નવસારી ગેઈલો

પઈણો મારો નવસારી ગેઈલો મારા વા’લા,

હાથેની ઝૂંથેલી મારી ઓઢણી રે લોલ!

નવસારીથી નખલી વોરી લાઈવો મારા વા’લા,

હાથેની ગૂંથેલી મારી ઓઢણી રે લોલ!

નખલી પે’રુંને કાન ઝલકે મારા વા’લા,

હાથેની ગૂંથેલી મારી ઓઢની રે લોલ!

પઈણો મારો સુરત શે’ર ગેઈલો મારા વા’લા,

હાથેની ગૂંથેલી મારી ઓઢણી રે લોલ!

સાંકરાં પે’રું ને પગ ઝલકે મારા વા’લા,

હાથેની ગૂંથેલી મારી ઓઢની રે લોલ!

પઈણો મારો મુંબઈ શે’ર ગેઈલો મારા વા’લા,

હાથેની ગૂંથેલી મારી ઓઢણી રે લોલ!

મુંબઈથી કાંઠલી વોરી લાઈવો મારા વા’લા,

હાથેની ગૂંથેલી મારી ઓઢની રે લોલ!

કાંઠલી પે’રું ને ડોક ઝલકે મારા વા’લા,

હાથેની ગૂંથેલી મારી ઓઢની રે લોલ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957