mein to nalman walyo gondro - Lokgeeto | RekhtaGujarati

મેં તો નળમાં વાળ્યો ગોંદરો

mein to nalman walyo gondro

મેં તો નળમાં વાળ્યો ગોંદરો

મેં તો નળમાં વાળ્યો ગોંદરો,

મેં તો નળમાં વાળ્યો ગોંદરો!

માથે રઈ ગિયાં છે ભાત,

મૂઠે સાંબેલું લેવું પડે રે!

ખંભે કોદાળી પાંગડી રે!

માથે રઈ ગિયાં છે ભાત,

મૂંઠે સાંબેલું લેવું પડે રે!

મેં તો ખઈને માંડ્યું ખોદવા રે!

મેં તો વાળી દીધો છે ખંગ,

મૂંઠે સાંબેલું લેવું પડે રે!

બીડનાં કાળા જૂનાં ગાંઠિયા રે!

તીની ધોળી જોને હેલ રે!

મૂંઠે સાંબેલું લેવું પડે રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 233)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957