lili limbarDini chhanya re - Lokgeeto | RekhtaGujarati

લીલી લીંબરડીની છાંય રે

lili limbarDini chhanya re

લીલી લીંબરડીની છાંય રે

લીલી લીંબરડીની છાંય રે, મરઘો બોલ્યો કરોધમાં,

મરઘે એનાં કુટંમ જગાડિયાં, કટુંમુંનાં રામબાણ છૂટશે,

નાખે પંખીડાં તુંને મારશે,

પંખીડા ઊડ્યા ને રોળાં રઈગિયાં, લીલી લીંબરડીની છાંય રે,

મરઘે એના બંધવ જગાડિયા, બંધુવનાં રામબાણ છૂટશે,

નાખે પંખીડા તુંને મારસે, પંખીડાં ઊડ્યાં તે રોળાં રઈગિયાં.

મરઘે એના દાદાને જગાંડ્યા, દાદાજીના રામબાણ છૂટશે,

નાખે પંખીડા તુને મારશે, પંખીડાં ઊડ્યાં ને રોળાં રઈગિયાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963