han nal re raja ne - Lokgeeto | RekhtaGujarati

હાં નળ રે રાજા ને

han nal re raja ne

હાં નળ રે રાજા ને

હાં નળ રે રાજા ને સતી દુમાવતી હો રે જી!

ચાલ્યા વનરાને મોજાર

અડધા વસતરને કારણે, મળ્યાં અન્ન ને પાણી!

આવેલ અભિયાગતને ઓળખો, ઈમના સત ધરમને કાજ.

અસલ જગના નરને ઓળખો રે હો જી!

હાં હરચંદ રાજા તારાદેલોચના હો રે જી!

ચાલ્યાં કાશીને ઘાટ,

ખડનો મૂળો ચાળે (માથે) ધર્યો હો જી!

અને નીચને ઘેર ભરિયાં પાણી

આવેલ અભાગિયાને ઓળખો, ઈમના સત ધરમને કાજ.

અસલ જગના નરને ઓળખો રે હો જી!

હાં શેઠ સગાળશા ને ચંગાવતી હો રે જી!

આંગણે આવ્યો છે અતિથ,

કુંવર કૈલેયો ખાંડ્યો ખાંડણિયે

નયણે આવ્યાં પાણી,

આવેલ અભાગિયાને ઓળખો, ઈમના સત ધરમને કાજ.

અસલ જગના નરને ઓળખો રે હો જી!

હાં રે ગોપીચંદ રાજા ને ભરથરી રે હો જી

અને છડિયાં રાજ ને પાટ,

ઘરેઘરો અલખ જગાવિયા

ઇમના સત ધરમને કાજ.

હાં રે ગરુના પરતાપે શરામણ બોલિયા હો જી!

ગોપીચંદ

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 60)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959