e morlo maratlokman - Lokgeeto | RekhtaGujarati

એ મોરલો મરતલોકમાં

e morlo maratlokman

એ મોરલો મરતલોકમાં

મોરલો મરતલોકમાં આવ્યો રે,

એ...જી આવડલાં રૂપ ચ્યાંથી લાવ્યો,

રે મોરલા મરતલોકમાં આવ્યો રે!

હે નાભિકમળમાં ઊગ્યો એક મોરલો,

જઈ બેઠો શીતલ છાંય,

સુરતા સુહાગણ સુંદરી રે,

સૂના સૂના શેરે જગાડ્યો રે!

રે મોરલો મરતલોકમાં આવ્યો રે!

લીલો ને પીળો મોરલો, અજબ બે રંગીલો,

વરણ થકી કે’વાણો!

પાંચ બળધિયે તાણ્યો એક ગાડલો,

જ્યમ તાણે તાંસ વાણો,

રે મોરલો મરતલોકમાં આવ્યો રે!

ઈંગળા ને પીંગળા તારી વાટ્યું જોવે છે!

મારા વાલાનો હજુ કેમ ના’વ્યો રે!

કાં તો રોષીલો રોષે ભરાયો,

કાં તો ઘર ધંધામાં ભરાયો,

રે મોરલો મરતનોકમાં આવ્યો રે!

હાં કાચી કાયાનો મૂરખા મત કર ભરોસો,

નો પરથમી ઉપર નથી પાયો,

ગુરૂ પરતાપે બોલ્યા નારણદા,

ગુણ તો ગોવિંદના ગવાણા,

મોરલો મરતલોકમાં આવ્યો રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963