nishaliyani abawni - Lokgeeto | RekhtaGujarati

નિશાળિયાની અબાવણી

nishaliyani abawni

નિશાળિયાની અબાવણી

હેલ્લે વીરા ઊઠમજી રે ઊઠમજી

સવારના પોરમાં ઊઠમજી; હે ઝાલ્લા ઝુંબેસે

હેલ્લે વીરા દાતણપાણી કરોજી

તમે રામનું નામ લેઓજી હે ઝાલ્લા.

કટકો કોરો ખાઓજી

નિસાળે ભણવા જાઓજી હે ઝાલ્લા.

પહેલી સલામ માતાજી સહી,

બીજી સલામ મ્હેતાજી સહી. હે ઝાલ્લા.

કોઈ ઊઠ કરે તો ઊઠમજી

કોઈ બેસ કરે તો બેસમજી હે ઝાલ્લા ઝુંબેસે

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 35)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957