baDwo kane kaDi - Lokgeeto | RekhtaGujarati

રેખ્તા ગુજરાતી ઉત્સવ - 5 જાન્યુઆરી: વડોદરા | 11 જાન્યુઆરી: મુંબઈ | 19 જાન્યુઆરી: ભાવનગર - ફ્રી રજિસ્ટ્રેશન કરો

રજિસ્ટ્રેશન કરો

બડવો કાને કડી

baDwo kane kaDi

બડવો કાને કડી

બડવો કાને કડી, હાથે વીંટી હીરે જડી રે.

બડવો જઈ બેઠો છે, દાદાજીને ખોળે ચડી રે,

દાદા જનાઈ દેવરાવો, અમને હોંશ ઘણી રે.

કુંવર ખરચું ખરસું લાખ બે લાખ રે.

હોંશ પુરાવું તમ તણી રે.

બડવો બેઠો છે, કાકાજીને ખોળે ચડી રે.

કાકા કટંબ મેળાવો, અમને હોંશ ઘણી રે.

ભત્રીજા ખરચું ખરચું, લાખ બે લાખ રે.

હોંશ પુરાવું તમ તણી રે.

બડવો જઈને બેઠો, મામાજીને ખોળે ચડી રે.

મામા મોસાળાં લઈ આવો, અમને હોંશ ઘણી રે.

ભાણેજ ખરચું ખરચું લાખ બે લાખ રે.

હોંશ પુરાવું તમ તણી રે.

બડવો જઈ બેઠો છે, વીરાજીને ખોળે ચડી રે.

વીરા વાજીંત્ર વજડાવ અમને હોંશ ઘણી રે.

બંધવ ખરચું ખરચું લાખ બે લાખ રે.

હોંશ પુરાવુ તમ તણી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 66)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ