nawo kuwo re nawi waw - Lokgeeto | RekhtaGujarati

નવો કૂવો રે નવી વાવ

nawo kuwo re nawi waw

નવો કૂવો રે નવી વાવ

નવો કૂવો રે નવી વાવ

પાણીલાં ગઈતી રે તળાવ.

ગઈતી ગઈતી વાણીલાંને હાટ,

પાણીલાં ગઈતી રે તળાવ.

સુનેડી મુલાવતાં લાગી વાર,

પાણીલાં ગઈતી રે તળાવ.

ગઈતી ગઈતી સુનીડાંને હાટ,

પાણીલાં ગઈતી રે તળાવ.

દોરીડો મુલાવતાં લાગી વાર,

પાણીલાં ગઈતી રે તળાવ.

ગઈતી ગઈતી સોનેડાને હાટ,

પાણીલાં ગઈતી રે તળાવ.

ટીલડી મુલાવતાં લાગી વાર

પાણીલાં ગઈતી રે તળાવ.

મિંદલી મુલાવતાં લાગી વાર,

પાણીલાં ગઈતી રે તળાવ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 130)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957