nanadbhojai panin nihre raj - Lokgeeto | RekhtaGujarati

નણદભોજાઈ પાણીણ નીહરે રાજ

nanadbhojai panin nihre raj

નણદભોજાઈ પાણીણ નીહરે રાજ

નણદભોજાઈ પાણીણ નીહરે રાજ! પાણીલ નીહારે—રાજ!

સરોવર કાંઠે રે રૂડો આબલો રે!

ત્યાં કાંઈટ ઉકે છે મોરલીયો રાજ! કાંઈટ ઉકે છે મોરલીયા—રાજ!

ભોજઈ મોરને દેખી બોલીયા રે!

જાઓ નણદી મોરલીયાના રૂપ રાજ! મોરલીયાના રૂપ—રાજ!

તમારા વીરાથી મોર રળીમણો રે!

નણદે જઈ વીરા ને વાત કીધી : રાજ! વીરાને વાત કીધી—રાજ!

મારા ભાભીએ મોર વખાણીયો રે!

ભારી તે બુકે વીરો ઊઠો રાજ !વીરો ઊઠો : રાજ!

મોરને મારવારે સરોવર પાજળીયે રે!

એક બંદકે મોરને મારો : રાજ! મોરને મારો રાજ

મોર મારી ઘેર લાવીયા રે!

લો ભાભી માને તો મોર રાજ! માને તો મોર : રાજ

તમારો પાળેલ મોરને મારીયો રે!

સોનલા વાટકડીમાં વખડા કાંઈ ઘોળા, રાજ! વખડા કાંઈ ઘોળા રાજ :

ગટગટ પીને વઉ સૂઈ ગયા રે!

નવા રે નગરથી કાંઈ વૈદ્ય તેડાવો રાજ! વૈદ્ય તેડાવો રાજ!

વઉવારૂની નાડીયુ જોવરાવજો રે!

તાવ નથી રે ભાઈ તરીયો નથી રે મોરના પાપે પ્રાણ કાઢી રે!

કસુંબલ ચૂંદડી વઊને ઓઢાડો રાજ! વઉને ઓઢાડો રાજ!

ઉપર ઓઢાણો નવરંગ ઓઢાણી!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૩ (પૃષ્ઠ ક્રમાંક 105)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, કનૈયાલાલ જોશી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1963