mari panihariye - Lokgeeto | RekhtaGujarati

મારી પનિહારીએ

mari panihariye

મારી પનિહારીએ

મારી પનિહારીએ કંકુ વાવ્યા,

ઊગ્યા છે વન વન દા’ડે!

મારો દિયર પરણવા હાલ્યા,

હાલ્યો અંધારી રાતે!

લાવ્યો છે કાળી કૂતરી!

મારો વીરોજી પરણવા ચાલ્યા,

હાલ્યા અજવાળી રાતે!

લાવ્યા છે લાહરડની લાડી

મારી પનિહારીએ કંકુ વાવ્યા,

ઊગ્યા છે નવ નવ દા’ડે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 248)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957