mathuriyo - Lokgeeto | RekhtaGujarati

મથુરિયો

mathuriyo

મથુરિયો

હાલ્યને મુંબઈ જાયેં મથુરિયા,

હાલ્યને મુંબઈ જાયેં રે લોલ!

મુંબઈ મોટી નગરી મથુરિયા,

મુંબઈ મોટી નગરી રે લોલ!

રાતિયો ને મોતીયા જોડી મથુરિયા,

રાતિયો ને મોતિયાની જોડી રે લોલ!

કોસેં કોસેં પાણી પાયાં મથુરિયા,

કોસેં કોસેં પાણી પાયાં રે લોલ!

રોઢે રાતિયો નાઠો મથુરિયા,

રોંઢે રાતિયો નાઠો રે લોલ!

મોતિયો ગોતવા હાલ્યો મથુરિયો,

મોતિયો ગોતવા હાલ્યો રે લોલ!

ઊંડા જંગલમાં ઊતર્યો મથુરિયો,

ઊંડા જંગલમાં ઊતર્યો રે લોલ!

મધરાતે પાછો વળીઓ મથુરિયો,

મધરાતે પાછો વળીઓ રે લોલ!

સામેથી મામો મળીઓ મથુરિયો,

સામેથી મામો મળીઓ રે લોલ!

ખાંધે ખાંડું લીધું મથુરિયો,

ખાંધે ખાંડુ લીધું રે લોલ!

મામો મારીને હાલ્યો મથુરિયો,

મામો મારીને હાલ્યો રે લોલ!

કોલું માંડી રસ કાઢ્યો મથુરિયો,

કોલું માંડી રસ કાઢ્યો રે લોલ!

સાકરિયો ગોળ તો પાડ્યો મથુરિયો,

સાકરિયો ગોળ તો પાડ્યો રે લોલ!

ગાડું ભરીને ગોળ લાવ્યો મથુરિયો,

ગાડું ભરીને ગોળ લાવ્યો રે લોલ!

મુંબઈ વેચવા હાલ્યો મથુરિયો,

મુંબઈ વેચવા હાલ્યો રે લોલ!

પાંચ વીશું રૂપિયા લાવ્યો મથુરિયો,

પાંચ વીશું રૂપિયા લાવ્યો રે લોલ!

રૂમલીને રૂપિયા આલ્યા મથુરિયો,

રૂમલીને રૂપિયા આલ્યા રે લોલ

ઝુમલી રિસાઈને હાલી મથુરિયો,

ઝુમલી રિસાઇને હાલી રે લોલ!

ઝુમલીને મનાવી લાવો મથુરિયો,

ઝુમલીને મનાવી લાવો રે લોલ!

ઝુમલી મનાવવા હાલ્યો મથુરિયો,

ઝુમલી મનાવવા હાલ્યો રે લોલ!

ઝુમલીને ઝાંઝરા દીધાં મથુરિયો,

ઝુમલીને ઝાંઝરાં દીધાં રે લોલ!

ઝુમલીને તેડી લાવ્યો મથુરિયો,

ઝુમલીને તેડી લાવ્યો રે લોલ!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસાઈ, પી. સી. પરીખ. હરિલાલ કાળીદાસ મોઢા, ભાઈલાલ એન. પટેલ.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968