matliye magdal pas bhari - Lokgeeto | RekhtaGujarati

માટલીએ મગદાળ પસ ભરી

matliye magdal pas bhari

માટલીએ મગદાળ પસ ભરી

માટલીએ મગદાળ પસ ભરી ચોખા ઓરિયા રે,

આદિતને જમવાનો વાર, રાણી રાંદલ ચાલ્યાં રૂસણે રે,

રૂસણે જાણો ભોળી દેવ, પિયુ રે પ્રીછવીએ પોતા તણા રે,

રાંધીએ શાળ મગદાળ, છોરુ જમાડીએ આપણાં રે.

માટલીએ મગદાળ પસ ભરી ચોખા ઓરિયા રે

.....ને જમવાનો વાર, .....વહુ ચાલ્યાં રૂસણે રે,

રૂસણે જાઓ ભોળી નાર, પિયુ રે પ્રીછવીએ પોતા તણા રે,

રાંધીએ શાળ મગદાળ, છોરુ જમાડીએ આપણાં રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 96)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનુભાઈ જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959