marachun khanDyun re - Lokgeeto | RekhtaGujarati

મરચું ખાંડ્યું રે

marachun khanDyun re

મરચું ખાંડ્યું રે

મરચું ખાંડ્યું રે, ઓલી આંબલીયાની વાટ.

હાર્યો હાર્યો રે, ઓલી વ’વારુનો સાથ,

જીત્યો જીત્યો રે, મારી સૈયરુંનો સાથ.

હાર્યા ઉપર રે, કાંઈ ગધાડા ભૂકાય.

જીત્યા ઉપર રે, કાંઈ શૈણાયું વગડાય.

મરચું ખાંડ્યું રે ઓલી આંબલીયાની વાટ.

સાવરિયે આવો, હો રંગની ચૂડી.

મણિબાના હાથે, હો રંગની ચૂડી.

કુણ ચડાંવે, હો રંગની ચૂડી.

છગનભાઈ ઘડાવે, હો રંગની ચૂડી.

મરચું ખાંડ્યું રે ઓલી આંબલીયાની વાટ.

સાવરિયે આવો, હો રંગની ચૂડી.

શેલુ વહુના હાથે, હો રંગની ચૂડી.

તારો ભય ભવાયો, હો રંગની ચૂડી.

તારો બાપ ધુતારો, હો રંગની ચૂડી.

મરચું ખાંડ્યું રે ઓલી આંબલીયાની વાટ.

રસપ્રદ તથ્યો

હીંચ વખતે ગવાતું ગીત

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 145)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968