makwanana waDhman - Lokgeeto | RekhtaGujarati

મકવાણાના વાઢમાં

makwanana waDhman

મકવાણાના વાઢમાં

મકવાણાના વાઢમાં, ઝાલર ઝીડવું રે!

ઝીંડવે ઝાઝો ફાલ, દોરી હીરની રે!

ચકો પોઢ્યો પારણે, દોરી હીરની રે!

કોણ હાલા ગાય, દોરી હીરની રે!

ચકલી હાલા ગાય, દોરી હીરની રે!

ઘોંટ મારા પીટ્યા દોરી હીરની રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 295)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957