maiDan wechwane gya’than - Lokgeeto | RekhtaGujarati

મૈડાં વેચવાને ગ્યા’થાં

maiDan wechwane gya’than

મૈડાં વેચવાને ગ્યા’થાં

દેરાણી જેઠાણી મૈડાં વેચવાને ગ્યા’થાં,

ભાવેણામાં પડી હડતાળું, વવારું મૈડાં વેચવાને ગ્યા’થાં.

સાસરો પૂછે છે વઉ, વાર કેમ લાગી?

સામો મળ્યો કાન દાણી રે; મૈડાં વેચવાને ગ્યા’થાં.

દેરાણી જેઠાણી મૈડાં વેચવાને ગ્યા’થાં,

પાણીતાળામાં પડી હડતાળું રે; મૈડાં વેચવાને ગ્યા’થાં.

પરણ્યો પૂછે છે ગોરી, વાર ક્યાં લાગી?

સામે મળ્યો કા’ન દાણી રે; મૈડાં વેચવાને ગ્યા’થાં.

કા’નાની હારે તમે બોલ કેમ બોલ્યાં?

અવળી વાતું તમારી થાશે રે; મૈડાં વેચવાને ગ્યા’થાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 194)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, ખોડીદાસ પરમાર, શીલાબેન મેરૂભાઈ, જીવીબેન ડોડિયા, રતનબેન વેગડ, જીવીબેન ચૌહાણ, વખતબેન પરમાર)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1968