લીલુડો વાંસ ઢળુકડો ઢળિયો
liluDo wans DhalukDo Dhaliyo
લીલુડો વાંસ ઢળુકડો ઢળિયો
ઈ રે વાંસલિયાનો વીંઝણો ઘડિયો.
હરતો ને ફરતો હીરલે જડિયો
માણું મોતી ને પાલી પરવાળે જડિયો
ઈ રે વીંઝણલો રાંદલના વરસું જડિયો.
ઊઠો રાંદલના વર સપનાં નિહાળો.
લ્યો રે લોટી ને સીંચો તુળસીનો ક્યારો.
જેમ જેમ તુળસી લ્હેરડે જાય રે
તેમ રે રાંદલના વર નીંદરે ઘેરાય રે.
જેમ જેમ તુળસી ફાલે ને ફૂલે
તેમ રે રાંદલના વરની નીંદરડી ઊડે –
લીલુડો –
liluDo wans DhalukDo Dhaliyo
i re wansaliyano winjhno ghaDiyo
harto ne pharto hirle jaDiyo
manun moti ne pali parwale jaDiyo
i re winjhanlo randalna warasun jaDiyo
utho randalna war sapnan nihalo
lyo re loti ne sincho tulsino kyaro
jem jem tulsi lherDe jay re
tem re randalna war nindre gheray re
jem jem tulsi phale ne phule
tem re randalna warni nindarDi uDe –
liluDo –
liluDo wans DhalukDo Dhaliyo
i re wansaliyano winjhno ghaDiyo
harto ne pharto hirle jaDiyo
manun moti ne pali parwale jaDiyo
i re winjhanlo randalna warasun jaDiyo
utho randalna war sapnan nihalo
lyo re loti ne sincho tulsino kyaro
jem jem tulsi lherDe jay re
tem re randalna war nindre gheray re
jem jem tulsi phale ne phule
tem re randalna warni nindarDi uDe –
liluDo –



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 185)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, શ્રીમતી મનોરમા ભટ્ટ
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1959