lila re pila wans - Lokgeeto | RekhtaGujarati

લીલા રે પીળા વાંસ

lila re pila wans

લીલા રે પીળા વાંસ

લીલા રે પીળા વાંસ વળાવો રે!

તીના રે રૂળો માંડેવળો સવરાવો રે!

આંબા રે ખેરી (કેરી) પાંનળીઓ મંગાવો રે!

તીના રે રૂળા તોરણિયા બંધાવો રે!

ગંગા રેખેરી ગોરમટી મંગાવો રે!

તીની રે રૂળી સોરીઓ થપાવો રે!

લીલા ને પીળા સોકલયા પીલાવો રે!

તીની રે રૂળી સોરીઓ સિતરાવો રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 29)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964