lila chanani chanothDi - Lokgeeto | RekhtaGujarati

લીલા ચણાની ચણોઠડી

lila chanani chanothDi

લીલા ચણાની ચણોઠડી

લીલા ચણાની ચણોઠડી ને આઈ, ઝાંઝરનો ઝમકાર;

માન સરોવર ઝીલવા ગ્યાં’તાં દડવાની દાતાર.

આંધળે રે આઈ, આંધળે, રોક્યાં મઢનાં બાર,

આંધળાને આંખ્યો દેશે, દડવાની દાતાર.

લીલા ચણાની ચણોઠડી ને આઈ, ઝાંઝરનો ઝમકાર;

માન સરોવર ઝીલવા ગ્યાંતાં દડવાની દાતાર.

પાંગળે રે આ, પાંગળે, રોક્યાં મઢનાં બાર,

પાંગળાને પગ દેશે, દડવાની દાતાર.

લીલા ચણાની ચણોઠડી ને આઈ, ઝાંઝરનો ઝમકાર;

માન સરોવર ઝીલવા ગ્યાં’તાં દડવાની દાતાર.

વાંઝિયે રે આઈ, વાંઝિયે, રોક્યાં મઢનાં બાર,

વાંઝિયાંને પુતર દેશે, દડવાની દાતાર.

લીલા ચણાની ચણોઠડી ને આઈ, ઝાંઝરનો ઝમકાર;

માન સરોવર ઝીલવા ગ્યાં’તાં દડવાની દાતાર.

કોઢિયે રે આ, કોઢિયે રોક્યાં મઢનાં બાર,

કોઢિયાંને કાયા દેશે દડવાની દાતાર.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૨ (પૃષ્ઠ ક્રમાંક 93)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, મનુભાઈ જોધાણી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1959