લે’રી ગાંજો
le’ri ganjo
સામા ડોંગર ઉપર વાયો શ બાજરો,
પાસેર વાયો શ લે’રી ગાંજો;
હલકે જોબન હલકે...
સોડી દેજે મારા વીરા ગરાસિયા.
મારા વીરાનું ખેતર ખેડાય સે,
પાસેર ખેડાય શ લે’રી ગાંજો;
હલકે જોબન હલકે...
સોડી દેજે મારા વીરા ગરાસિયા.
મારા વીરાનો બાજરો વવાય સે,
પાસેર વવાય શ લે’રી ગાંજો;
હલકે જોબન હલકે...
સોડી દેજે મારા વીરા ગરાસિયા.
મારા વીરાનો બાજરો ઢુંઢાય સે,
પાસેર ઢુંઢાય શ લે’રી ગાંજો;
હલકે જોબન હલકે...
સોડી દેજે મારા વીરા ગરાસિયા.
મારા વીરાનો બાજરો વઢાય સે,
પાસેર વઢાય શ લે’રી ગાંજો;
હલકે જોબન હલકે...
સોડી દેજે મારા વીરા ગરાસિયા.
વીરાના બાજરાના રોટલા ખવાય સે,
ગાંજો લાવ શ મોટો ફાંદો;
હલકે જોબન હલકે...
સોડી દેજે મારા વીર ગરાસિયા.
sama Dongar upar wayo sha bajro,
paser wayo sha le’ri ganjo;
halke joban halke
soDi deje mara wira garasiya
mara wiranun khetar kheDay se,
paser kheDay sha le’ri ganjo;
halke joban halke
soDi deje mara wira garasiya
mara wirano bajro waway se,
paser waway sha le’ri ganjo;
halke joban halke
soDi deje mara wira garasiya
mara wirano bajro DhunDhay se,
paser DhunDhay sha le’ri ganjo;
halke joban halke
soDi deje mara wira garasiya
mara wirano bajro waDhay se,
paser waDhay sha le’ri ganjo;
halke joban halke
soDi deje mara wira garasiya
wirana bajrana rotla khaway se,
ganjo law sha moto phando;
halke joban halke
soDi deje mara weer garasiya
sama Dongar upar wayo sha bajro,
paser wayo sha le’ri ganjo;
halke joban halke
soDi deje mara wira garasiya
mara wiranun khetar kheDay se,
paser kheDay sha le’ri ganjo;
halke joban halke
soDi deje mara wira garasiya
mara wirano bajro waway se,
paser waway sha le’ri ganjo;
halke joban halke
soDi deje mara wira garasiya
mara wirano bajro DhunDhay se,
paser DhunDhay sha le’ri ganjo;
halke joban halke
soDi deje mara wira garasiya
mara wirano bajro waDhay se,
paser waDhay sha le’ri ganjo;
halke joban halke
soDi deje mara wira garasiya
wirana bajrana rotla khaway se,
ganjo law sha moto phando;
halke joban halke
soDi deje mara weer garasiya



સ્રોત
- પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૯ (પૃષ્ઠ ક્રમાંક 141)
- સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (મંજુલાલ ર. મજમુદાર, પદ્મશ્રી દુલાભાઈ કાગ, બચુભાઈ રાવત, મનુભાઈ જોધાણી, હરિવલ્લભ ભાયાણી, પુષ્કર ચંદરવાકર, દુલેરાય કારણી, ચીમનલાલ ભટ્ટ, સુધાબહેન ર. દેસા ઈ, પી. સી. પરીખ, પુરષોત્તમ સોલંકી)
- પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
- વર્ષ : 1968