langar khenchtan 3 - Lokgeeto | RekhtaGujarati

લંગર ખેંચતાં - ૩

langar khenchtan 3

લંગર ખેંચતાં - ૩

હેલાંબો હેલાંય

આખરમાં વારી રે હેલાંય

બેરીઓનો ભારી રે હેલાંય

બેડીમાં રાણી રે હેલાંય

ચાલવા લાગી રે હેલાંય

ઊંડાંનાં પાણી રે હેલાંય

ઊંડાંમાં દરિયા રે હેલાંય

જાવાના ખાલી રે હેલાંય

આવસું ભરીને રે હેલાંય

પાલવ ભરિયો રે હેલાંય

ભરિયા ઘોઘારી રે હેલાંય

વહાણનો વેપારી રે હેલાંય

વેપાર માંડ્યો રે હેલાંય

માંડ્યો પૂરો રે હેલાંય

માંસ ખાવાના રે હેલાંય

ખોઈ દો કૂવો રે હેલાંય

કૂવાને કાંઠે રે હેલાંય

ઢોલને બજાવું રે હેલાંય

ઢીલામાં ઢોલ રે હેલાંય

બેરી સંડાઈ રે હેલાંય

ચાલવા લાગી રે હેલાંય

ખારવા ઊંડાં પાણી હેલાંય

પાણીને દઈને રે હેલાંય

વહાણને ગોરાબે રે હેલાંય

ગોરાબ ગલિયાના રે હેલાંય

ભલી આવી તાર ભાઈ હેલાંય

દેવલાં રમવાની રે હેલાંય

સરોવરની સાથી રે હેલાંય

વેચેલા ઘોડા રે હેલાંય

લીધેલા હાથી રે હેલાંય

તેની બદલમાં હેલાંય

હાથીના હાલમાં રે હેલાંય

નાગરકૂટા ભાલમાં રે હેલાંય

નાગલીમાં રાણી રે હેલાંય

ચાલવા લાગી રે હેલાંય

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 7)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957