langar khenchtan 2 - Lokgeeto | RekhtaGujarati

લંગર ખેંચતાં - ૨

langar khenchtan 2

લંગર ખેંચતાં - ૨

દાયમ મૌલાના હેલ્લે સે

મૌલા હલાલી હોબેલાં, હોબેલ માલ હોબેલાં.

સાકર બંગાલી હેલ્લે સે

બંગા તારા લિયા હોબેલાં, હોબેલ.

વ્હાણે સાંડી કિરમી હેલ્લે સે,

ચાલ્યા માહિમ જાઉં હોબેલાં, હોબેલ.

માહિમ તો મોટું થાણું હેલ્લે સે,

પોરજી થાણાની હોબેલાં, હોબેલ.

લુબતી તો વાગી તો વાગી હેલ્લે સે

લુબત લાલી કીના હોબેલાં, હોબેલ.

આંજત લે સલમીના હેલ્લે સે

સલમી તો વાળી સલ્લા હોબેલાં, હોબેલ.

ઊંચા તો ના રે અલ્લા હેલ્લે સે

અલ્લા તે વાળે નામે હોબેલાં, હોબેલ.

વાળી ડુંગણાં ચાલે હેલ્લે સે

ડુંગર લે દરિયાના હોબેલાં, હોબેલ.

કાલુ તો લે છબિયાના હેલ્લે સે

હોબેલાં, હોબેલ માલ હોબેલાં.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 6)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957