langar khenchtan 1 - Lokgeeto | RekhtaGujarati

લંગર ખેંચતાં - 1

langar khenchtan 1

લંગર ખેંચતાં - 1

શાસ્ત્રોમાં ઓ-મ્ આવે છે એમ આરંભનો ઉદ્ગાર છે:

હલોમ હે!

સાંભળતાં સૌ તૈયાર થઈ જાય. ત્યાં અવાજ આવે:

હે રે લાગ જુવાન!

સૌ એકસાથે ગાય ‘હેઈસો!’ અને લંગર ખેંચે. પછી તો ગીત ગવાતું જાય ને લંગર ખેંચાતું જાય:

હે રે જુવાન રે જોરે હેઈસો !

નીચેની રીતે પણ શરૂ થાય અને આગળ ચાલે:

હેઈસો!

હે વાણામાલી હેઇસો

લાગો જુવાન ભાઈ હેઈસો

જુવાન રે ભાઈ રે હેઈસો

બાંધેલી ખાડી હેઈસો

ખાડી કલાઈની હેઈસો

પાણી દેહું ઊણાં હેઈસો

ઊણામાં દરિયો હેઈસો

જાવાનો ખાલી હેઈસો

આવસું ભરીને હેઈસો

હેલામાં ચાલી હેઈસો

ચાલીમાં વલ્લા હેઈસો

નિસાણમાં અલ્લા હેઈસો

નામ તો નબીનાં હેઈસો

બીજાં ખોદાનાં હેઈસો

ખોદામાં તાલા હેઈસો

જાતો બંગાલા હેઈસો

બંગલામાં રાણી હેઈસો

ચાલવા લાગેલી હેઈસો

ઊણાં પડ્યાં પાણી હેઈસો

પાણીને ધારિયે હેઈસો

નારી ચતુરના હેઈસો

માટીડા બોઘા હેઈસો

ભરીઓ ઘોઘારી હેઈસો

વ્હાણનો વેપારી હેઈસો

બેપાર માંઈડા હેઈસો

સરોવરની પાળે હેઈસો

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 3)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957