un tane pushun re mari janli - Lokgeeto | RekhtaGujarati

ઉં તને પૂશું રે મારી જાનળી

un tane pushun re mari janli

ઉં તને પૂશું રે મારી જાનળી

ઉં તને પૂશું રે મારી જાનળી વોવ,

તારી દીસરી શા વળે નવરાવી?

લાઢણ રે સબીલા વાંણે.

ઘીએ ને દૂધળે નવરાની,

લાઢણ રે સબીલી વાંણે.

ઉં તને પૂશું રે મારા મનીયા વેવાઈ રે,

તારો દીસરો શા વળે નવરાઈવો?

લાઢણ રે સબીલા વાંણે.

ઘોળા ને ગધેળાને મૂતરે વનરાઈવો,

લાઢણ રે સબીલા વાંણે.

રસપ્રદ તથ્યો

નવરાવતી વખતે ગવાય છે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો– ૪ (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ધૂમકેતુ, મંજુલાલ ર. મજમૂદાર, પુષ્કર ચંદરવાકર, સુધા રમણલાલ દેસાઇ, મધુભાઈ પટેલ, કનૈયાલાલ જોશી, રેવાબેન તડવી, શંકરભાઈ સોમાભાઈ તડવી.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1964