ugte daDainan melan jhalke - Lokgeeto | RekhtaGujarati

ઊગતે દાડૈનાં મેલાં ઝળકે

ugte daDainan melan jhalke

ઊગતે દાડૈનાં મેલાં ઝળકે

ઊગતે દાડૈનાં મેલાં ઝળકે હો રસિયા. (2)

હીરકો ભાઈ તે મેલાં સણાવે રે, હો રસિયા. (2)

દલું તો ઈટડી સણાવે, હો રસિયા. (2)

વાયરે વદારૂ ભાઈનાં મેલાં, હો રસિયા. (2)

ઈટડી તે ખરી ખરી જાય રે, હો રસિયા. (2)

ઊગતે દાડેનાં મેલાં ઝળકે, હો રસિયા. (2)

ડૂબતે દાડેની ઈટડી ખરે; હો રસિયા. (2)

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 133)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957