sona te kerun marun beDalun - Lokgeeto | RekhtaGujarati

સોના તે કેરું મારું બેડલું

sona te kerun marun beDalun

સોના તે કેરું મારું બેડલું

સોના તે કેરું મારું બેડલું,

હીરલા ઉઢાણી હાથ....કાંન હરિ કેમ રમીએ.

સરોવર પાણી સાંજર્યાં....કાંન હરિ કેમ રમીએ.

રાસ ના પોંહોંચે, મારો ઘડૂલો ના ડૂબે,

કૂવાને કાંઠે વાણાં વાયાં...., કાંન હરિ કેમ રમીએ.

હરતાં ફરતાં બે સાધુડા આવ્યા,

બેન પાણીડાં પાસો રે...., કાંન હરિ કેમ રમીએ.

સાલ્લો સંધાડી મેં તો પાણીડાં કાઢ્યાં,

સાધવાંને પાણીડાં પાયાં...., કાંન હરિ કેમ રમીએ.

નગરાં પાણી હમે નથી રે પીતા,

કંઠી બાંધો તો પાણી પીએ...., કાંન હરિ કેમ રમીએ.

કંઠી ના બાંધું, તારું પાણી ના પીઉં,

બેડું લઈ બઈજી ઘેર સિધાવ્યાં..... કાંન હરિ કેમ રમીએ.

બઈજી રે બઈજી મારું બેડું રે ઉતારો,

ઘડો ફોડો ને માણ હેઠી રે મેલો,

પરસાળે જુવારાં બાંધો રે...., કાંન હરિ કેમ રમીએ.

હાટે હાટે રે વાલો આણો દઈ આવ્યા,

સાધવાંને સીધાં આપો રે...., કાંન હરિ કેમ રમીએ.

ખોળો વાળીને બઈજી વાડીએ સિધાવ્યાં,

લાવ્યાં તાંદળદા ભાજી રે...., કાંન હરિ કેમ રમીએ.

રે ભાજી મેં તો ઘીએ વઘારી,

સાધવાંને સીધાં આપો રે...., કાંન હરિ કેમ રમીએ.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 211)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા, જગજીવનદાસ દયાળજી મોદી અને જગમોહન મોદી
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957