radha ane raman - Lokgeeto | RekhtaGujarati

રાધા અને રમણ

radha ane raman

રાધા અને રમણ

[ઊભાં ઊભાંનો, ફરતાંનો અને ઉલાળિયો-વિવિધ ગતિમાં ગીત પ્રમાણે ગવાતો રાસડો]

ધન્ય ગોકુળ, ધન્ય ગામડું રે,

ધન્ય વનરાવન શે'ર મારા વા'લા.

કૂટ્યો કાગળ, શાઈ ઘણી રે,

લખનારો પરદેશ મારા વા’લા.

ધોબી ધોણ્યે કુંવરિયાના વાધા રે,

કુબજડી કેશર ભરી આવે રે.

એની કડયે રે મરડીને કર્યો કટકો રે,

એનો રાધાને મન્ય ચડયો ચટકો રે.

રાધા ઈસમલ ઘણી પામ્યાં,

દાદે ધરમે દીકરી દીધાં,

માયે કન્યાદાન દીધાં.

વીરે જવતલ હોમ્યાં,

ભાભીએ માથડિયાં ગૂંથ્યાં,

સૈયરુંએ સાસરિયે વળાવ્યાં.

મા, મેલ્ય વેલેરું આણું રે,

મારું મન થિયું ગાંડું ઘેલું રે.

હું તો ઘરડે ઘૂંઘટડાની ઘેલી રે,

મારે નેણે આંસુડાની હેલી રે.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતનાં લોકગીતો (પૃષ્ઠ ક્રમાંક 92)
  • સંપાદક : ખોડીદાસ પરમાર
  • પ્રકાશક : સાહિત્ય અકાદમી
  • વર્ષ : 2018
  • આવૃત્તિ : પુનર્મુદ્રણ