બેડલિયાં
beDaliyan
હાં હાં ઘડુલિયા ચડાવ્યને ગિરધારી,
ઘરે વાટ્યું જુએ છે મા મોરી રે
બેડલિયાં ચડાવ્યને ગિરધારી,
તારો માથાનો અંબોડો રે હો વ્રજનારી,
જાણે છૂટ્યો તેજી ઘોડે રે – બેડલિયાંo
તારી આંખનો ઉલાળો રે હો વ્રજનારી,
જાણે છૂટ્યો તેજી ઘોડો રે – બેડલિયાંo
તારી નાકડિયાની દાંડી રે હો વ્રજનારી,
જાણે દીવડીએ શગ માંડી રે – બેડલિયાંo
તારી હાથની કળાયું રે હો વ્રજનારી,
જાણે સોનાની શરણાયું રે – બેડલિયાંo
તારી હાથની રે હો વ્રજનારી,
જાણે બાવલપરની થાળી રે – બેડલિયાંo
તારા હાથની આંગળિયું રે હો વ્રજનારી,
જાણે ચોળા મગની ફળિયું રે – બેડલિયાંo
તારા પેટડિયાનો ફાંદો રે હો વ્રજનારી,
જાણે પૂનમ કેરો ચાંદો રે – બેડલિયાંo
તારા વાંસોનો વળાકો રે હો વ્રજનારી,
જાણે સરપનો સળાકો રે – બેડલિયાંo
han han ghaDuliya chaDawyne girdhari,
ghare watyun jue chhe ma mori re
beDaliyan chaDawyne girdhari,
taro mathano amboDo re ho wrajnari,
jane chhutyo teji ghoDe re – beDaliyano
tari ankhno ulalo re ho wrajnari,
jane chhutyo teji ghoDo re – beDaliyano
tari nakaDiyani danDi re ho wrajnari,
jane diwDiye shag manDi re – beDaliyano
tari hathni kalayun re ho wrajnari,
jane sonani sharnayun re – beDaliyano
tari hathni re ho wrajnari,
jane bawalaparni thali re – beDaliyano
tara hathni angaliyun re ho wrajnari,
jane chola magni phaliyun re – beDaliyano
tara petaDiyano phando re ho wrajnari,
jane punam kero chando re – beDaliyano
tara wansono walako re ho wrajnari,
jane sarapno salako re – beDaliyano
han han ghaDuliya chaDawyne girdhari,
ghare watyun jue chhe ma mori re
beDaliyan chaDawyne girdhari,
taro mathano amboDo re ho wrajnari,
jane chhutyo teji ghoDe re – beDaliyano
tari ankhno ulalo re ho wrajnari,
jane chhutyo teji ghoDo re – beDaliyano
tari nakaDiyani danDi re ho wrajnari,
jane diwDiye shag manDi re – beDaliyano
tari hathni kalayun re ho wrajnari,
jane sonani sharnayun re – beDaliyano
tari hathni re ho wrajnari,
jane bawalaparni thali re – beDaliyano
tara hathni angaliyun re ho wrajnari,
jane chola magni phaliyun re – beDaliyano
tara petaDiyano phando re ho wrajnari,
jane punam kero chando re – beDaliyano
tara wansono walako re ho wrajnari,
jane sarapno salako re – beDaliyano
સ્રોત
- પુસ્તક : ચાંદો ઊગ્યો ચોકમાં (પૃષ્ઠ ક્રમાંક 4)
- સંપાદક : દોલત ભટ્ટ
- પ્રકાશક : ગુજરાત સાહિત્ય અકાદમી
- વર્ષ : 1988