khandhaliya khandhman - Lokgeeto | RekhtaGujarati

ખંધાળિયા ખાંધમાં

khandhaliya khandhman

ખંધાળિયા ખાંધમાં

ખંધાળિયા ખાંધમાં જાજે રે,

ખાટી મીઠી તાડી લાવજે રે.

ખાટી તાડી બૂમલ માગે રે,

મીઠી તાડી લેવટ માગે રે.

ખંધાળિયા ખાંધમાં જાજે રે,

મારે માટે તાડી લાવજે રે.

મીઠી પોરી આંચી માંડે રે,

ખંધાળિયો જાર તો નાંખે રે!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 91)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957