khali tumbDi - Lokgeeto | RekhtaGujarati

ખાલી તુંબડી

khali tumbDi

ખાલી તુંબડી

હેલ્લે રણિયા, પાંચ પચ્ચીની હારોહાર

હેલ્લે વીરા, તાં લાખે માછીડા જાળ ઝાલ્લા ઝુમાલસે

જાળ નાખીને ભરી તૂણી

ઘેર આવ્યા તો બૈરી હૂણી—ઝાલ્લા.

ઊઠ અલી તું બેઠી થા

એમાંનું એક ઝીંગું તું હેકી ખા—ઝાલ્લા.

જેમ ઝીંગું રાતું થાય,

તેમ બાઈનો સોજો જાય—ઝાલ્લા.

ઊઠ અરે તું ઊભી થા

તરવાડામાં વેચવા જા—ઝાલ્લા.

તરવાડા તો મારા ભાઈ

પેટ ભરીને તાડી પાય—ઝાલ્લા.

તરવાડાને તાડી વહાલી

તુંબડી દેખાડી ખાલી—ઝાલ્લા.

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 33)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા)
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957