la dhamla - Lokgeeto | RekhtaGujarati

લા ધામલા

la dhamla

લા ધામલા

લે રે, ધાંઈ મલા, લા ધામલા!

સો બેલી, ધાંઈ મલા, લા ધામલા!

ધાંઈ મલા, ભોમ ચીલા, લા ધામલા!

ભોમ ચીલા, ભોમ ચીલા, લા ધામલા!

માલમ ને મનજી કરાણી, લા ધામલા!

માલમ બોલ્યા, સબ ઢીલા, લા ધામલા!

માર્યા તો દાખલ ખુરદા, લા ધામલા!

દાખલને દરિયાકિનારા, લા ધામલા!

માપીના ભરવા પાણી, લા ધામલા!

પાણી ભરે પાણિયારી, લા ધામલા!

નાકમાં સોનાની વાળી, લા ધામલા!

સોનું ને રૂપે જડાવી, લા ધામલા!

મામા રેવા મા હાલી, લા ધામલા!

હાલને ઈદોર ઘાંચી, લા ધામલા!

ઘાંચીના બાપે બંધાવ્યા, લા ધામલા!

સ્રોત

  • પુસ્તક : ગુજરાતી લોકસાહિત્યમાળા – મણકો–1 (પૃષ્ઠ ક્રમાંક 278)
  • સંપાદક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ (ઉમાશંકર જોશી, પુષ્કર ચંદરવાકર, સુધા દેસાઇ, મંજુલાલ ર. મજમૂદાર, મધુભાઈ પટેલ, લાલચંદ ધૂળાભાઈ નીનામા.
  • પ્રકાશક : ગુજરાત લોકસાહિત્ય સમિતિ, અમદાવાદ
  • વર્ષ : 1957